શુક્રવાર, 1 જૂન, 2012

પંક્તિ

આ ભૂમિમાં જ દૈવત જેવું છે કશુક વાવો મહાભારત અને ગીતા નીકળે છે આ કાલિદાસ ને ભોજ ના ખંડેરો જરાક ખોતરો ત્યાં કવિતા નીકળે હજુ કયાંક ધબકે છે લક્ષ્મણરેખા રાવનો જયાથી બીતા બીતા નીકળે કૃષ્ણ ના ટેરવા જો આવીને ફંફોસે તો વાંસળીના ટુકડાં સંજીતા નીકળે ગુરુદત જેવાની જો ફૂંક જાય લાગી તો ધુના ગીરના હજી ધીખતા નીકળે શું તાસીર છે આ ભૂમિની હજી રાજા જનક જેવા હળ હાંકે તો સીતા નીકળે

gswan

gujarati web